સુશાંત સિંહ રાજપૂતના અકુદરતી મૃત્યુના કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશન પર 19 ઓગસ્ટે સુનાવણી થવાની સંભાવના …

 

          સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સુશાંત સિંહની કહેવાતી આત્મહત્યાના કેસમાં  સુશાંતસિંહના પિતાએ રિયા ચક્રવર્તી અને એના પરિવારજનો સામે દાખલ કરેલી એફઆઈઆર સંબંધે બિહાર પોલીસ તપાસ ચલાવી રહી છે. રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તપાસ મુંબઈની પોલીસ દ્વારા જ કરાવાની માગણી કરી હતી. દરમિયાન સીબીઆઈ અને બિહાર પોલીસે પણ પોતાનો જવાબ 13 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેશ કરી દીધો હતો. મુંબઈ પોલીસે પણ પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. હવે સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કોણ કરશે તે અંગે કશી સ્પષ્ટતા થઈ નથી. સીબીઆઈ અને ઈડીએ  રિયા ચક્રવર્તી સામે તપાસ શરૂ કરી દીધી છે. હવે મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે. 19 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ રિયાની પિટિશન પર પોતાનો ફેંસલો આપે  તેમજ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કોને સોંપાય તેનો ચુકાદો જાહેર કરે એવી સંભાવના છે.