સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની પોલીસ- તપાસનો સિલસિલો જારી છેઃ જાણીતા  નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણશાલીની પોલીસે 3 કલાક સુધી પૂછપરછ કરી …

 

      ગત 14 જૂનના પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરનારા બોલીવુડના જાણીતા યુવા  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાબત અનેક તર્ક- વિતર્ક કરવામાં આવી રહયા છે. અનેક લોકો એને આત્મહત્યા માનવા તૈયાર નથી. સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા પ્રેરે એવા કયા સંજોગો હતા, ડિપ્રેશનની સારવાર લેતો યુવા કલાકાર કયા કારણોસર મોતને ગળે લગાવવા તૈયાર થયો- વગેરે બાબતોની તેમજ બોલીવુડમાં ચાલતા ભાઈ- ભત્રીજાવાદ – નેપોટિઝમને કારણે કે મોટા નિર્માતાઓની માફિયા સિસ્ટમને કારણે આ ઘટના બની હોવાનું પણ અનેકનું માનવું છે. મુંબઈની પોલીસ ખૂબ જ ગંભીરતા સાથે આ કેસની ગહન તપાસ કરી રહી છે. એક એક પાસાની  તપાસ કરવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે સંજય લીલા ભણશાળીની પણ બાન્દ્રા પોલીસે સઘન પૂછપરછ કરી હતી. સંજયે તેમની ફિલ્મ ગોલીઓ કી રાસ લીલા , રામલીલા , બાજીરાવ મસ્તાની તેમજ પદ્માવતમાં સુશાંત સિંહને ભૂમિકાઓ ઓફર કરી હતી, પણ કશા કારણોસર એને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હોવાની વાતો  ચર્ચાઈ રહી હતી. આવા સંજોગોમાં સંજય લીલા ભણશાળીએ ખુલાસો કર્યેો હતો કે, તેમણે સુશાંતને 4 ફિલ્મોની ઓફર કરી હતી, પરંતુ સુશાંત સિંહ યશરાજ ફિલ્મસ સાથે કરારબધ્ધ હોવાથી શૂટિંગ માટે સમય ફાળવી શકતો નહોતો, એટલે તેણે જ ફિલ્મો છોડી દીધી હતી. સુશાંતસિંહે પોતાનું બધું ધ્યાન અને મહેનત યશરાજ ફિલ્મસના નેજા હેઠળ બનનારી શેખર કપુરના નિર્દેશન વાળી પાની ફિલ્મ માટે સમર્પિત કરી દીધું હતું. એ પોતાનો  બધોજ સમય પાનીને ફાળવવા માગતો હતો. પરંતુ છેલ્લી ઘડીએ બજેટ બહુ વધી ગયું હોવાના બહાના હેઠળ યશરાજ ફિલ્મસે પાની ફિલ્મ બવાવવાનો પ્રોજેક્ટ જ પડતો મૂક્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here