સુશાંતસિંહ રાજપૂતના પરિવારની વેદના :  અમારા પુત્રના મૃત્યુને નિમિત્ત બનાવીને રાજકારણ રમશો નહિ… 

Handout photo of Sushant Singh Rajput.

 

  આજકાલ સુશાંત સિંહની આત્મહત્યાનો મુદો્ સોશ્યલ મિડિયા પર, અખબારોમાં અને લોકજીભે ચગી રહ્યો છે. બોલીવુડના સેલિબ્રિટી સહિત અનેક લોકો પોતપોતાના મતપ્રગટ કરતા રહે છે.પોલીસે જણાવ્યા અનુસાર, સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કશું અજુગતું કે શંકાસ્પદ બન્યું હોવાનું બહાર આવ્યું નથી. ગળું રુંધાવાને કારણે, શરીરને પૂરતો ઓકસીજન ના મળવાને લીધે એનું મૃત્યુ થયું હોવાનું તપાસકર્તા તબીબોએ  જણાવ્યું છે. આજકાલ અભિનેતા શેખર સુમંન સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કારણોની તલસ્પર્શી તપાસની માગ કરી રહ્યો છે. તેણે  પટનામા સુશાંતના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આરજેડીના નેતા તેજપ્રતાપના સહકારથી પત્રકાર પરિષદનું આયોજન કરીને  તપાસની માગણી દોહરાવી હતી. પણ આ બધી  ઘટનાઓથી સુશાંતનો પરિવાર નારાજ છે. તેમણે જાહેરમાં નિવેદન કરીને કહ્યું છેકે, મહેરબાની કરીને સુશાંત સિંહના મોતનો કોઈ વ્યક્તિ રાજકારણનો મુદો્ બનાવીને લાભ ના લે, અમને પોલીસની તપાસમાં વિશ્વાસ છે. વળી કોઈ પ્રકારનો નિર્ણય લેવા બાબત અમારો પરિવાર સક્ષમ છે