સુવિખ્યાત હાસ્ય- કલાકાર શાહબુદી્ન રાઠોડને પદ્મશ્રી એવોર્ડ 

 

   ગુજરાતી ભાષાના સુવિખ્યાત હાસ્ય-કલાકાર શાહબુદી્ન રાઠોડ ના વનેચંદનો વરઘોડો – જેણે સાંભળ્યો ના હોય એવો કોક જ ગુજરાતી હશે. માનનીય શાહબુદી્ન રાઠોડની હાસ્ય પીરસવાની આગવી છટા- શૈલી છે. રજૂઆતમાં મૌલિકતા અને સહજતા. વાણીમાં મધુરતા, નમ્રતા . તેમનું વકતૃત્વ ધારદાર અને સરળ હાસ્ય- કલાકારના 36 ગુણો તેમનામાં જોવા મળે. ખૂબજ સહજતાથી પોતાની વાત પેશ કરે અને શ્રોતાના હદયને સ્પર્શી જાય. વાત રમૂજી હોય, મનોરંજક પણ પણ એમની કથન- રીતિ એવી કે હસાવતા હસાવતા અચાનક તમારી આંખ ભીંજવી દે. સૌરાષ્ટ્રનું હીર, ખમીર એમના હાસ્યમાં આપણે અનુભવી શકીએ. આવાં મહાન હાસ્યકાર શાહબુદી્નભાઈને પદ્મશ્રી એવોર્ડ આપીને ભારત સરકારે એક હાસ્ય- સર્જક – કલાકારનું બહુમાન કર્યું છે એ વાત જાણીને  તેમના ચાહકો ખૂબ રાજી થશે એ વાત નિશંક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here