સુલતાન જોઘપુરની સેન્ટ્રલ જેલમાં – સલમાન ખાનની  જમાનતનો ફેંસલો હવે શનિવારે સવારે થશે- !!!

0
904

20 વરસ જૂના કાળિયાર હરણના શિકાર કેસમાં  કસૂરવાર ઠરેલા સલમાનને અદાલતે 5 વરસની જેલની સજા અને દસ હજાર રૂપિયાનાો દંડ કર્યો હતો. સજાનો  ચુકાદો આવ્યા બાદ સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલના બે નંબરના બેરેકમાં લઈ જવાયા હતા. આ જ બેરેકમાં નામચીન અને દુષ્કૃત્યો બદલ જેલની સજા ભોગવતા આશારામ બાપુને પણ રાખવામાં આવ્યા છે.

   સલમાન ખાને આખી રાત બેચેનીમાં વિતાવી હોવાનું જાણવા મળ્યું હતું. શુક્રવારે સવારે સેશન કોર્ટમાં જજ રવીન્દ્રકુમાર જૈન સમક્ષ કેસની સુનાવણી કરવામાં આવી હતી. જજ રવીન્દ્રકુમાર જૈને જણાવ્યું હતું કે, કેસના રેકોર્ડ સવારે જ પ્રાપ્ત થયાં છે. રેકોર્ડને બરાબર ધ્યાનથી જોવા – તપાસવા પડશે. એટલે કેસમાં સુનાવણી શનિવારે જ થઈ શકશે. એ દરમિયાન જ સલમાન ખાનને જામીન આપવા અંગે ચુકાદો અપાશે. જો સલમાન ખાનને સનિવારે સેશન જજ જામીન મંજૂરી નહિ આપે તો સલમાને એ માટે હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. રવિવારે રજા હોવાથી અદાલત બંધ રહે છે. આથી સોમવારે જ સલમાન ખાન હાઈકોર્ટમાં રજૂઆત કરી શકશે. એવું બને તો સલમાને શનિવાર અને રવિવાર વધુ બે દિવસ જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેદી બનીને રહેવું પડશે.