સુરત કોર્ટમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા: ઉપલી કોર્ટમાં અપીલ 

 

સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની સ્થાનિક કોર્ટમાં હાજર થશે. રાહુલ વિ‚દ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેના પર ગુજરાત કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. આ મામલો મોદી સરનેમ પર ટિપ્પણી કરવા સંબંધિત છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ આ કેસ વર્ષ ૨૦૧૯માં નોંધવામાં આવ્યો હતો. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિ‚દ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલે તેમની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. ઉલ્લેખનીય છે કે એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે કહ્યું હતું કે ‘બધા ચોરોની સરનેમ મોદી કેમ છે?’ રાહુલ કોર્ટમાં હાજર થવા માટે ગુજરાત જવા રવાના થયા છે. તે જ સમયે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકરે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રભારી રઘુ શર્મા, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા અને પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓ તેમના આગમનને લઈને સુરત પહોંચી ગયા છે. કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ મામલો ૨૦૧૯માં યોજાયેલી સામાન્ય ચૂંટણી સાથે સંબંધિત છે. રાહુલના નિવેદનનો ઘણો વિરોધ થયો હતો. આ પછી ભાજપના ધારાસભ્યએ રાહુલ વિ‚દ્ધ કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટના ચીફ જસ્ટિસ એચએચ વર્માની કોર્ટે ગયા અઠવાડિયે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટ આ મામલે અંતિમ ચુકાદો આપી શકે છે