સુરતમાં અંજલી ધરને ‘નોબેલ એશિયન ઓફ ધ યર’ એવોર્ડ

આરજે અંજલી ધરને સુરતમાં 15મી ઓગસ્ટે ‘નોબેલ એશિયન ઓફ ધ યર’ 2018 એવોર્ડ પ્રદાન થયો હતો. આ એવોર્ડ જુનિયર કેટેગરીમાં અનિરૂદ્ધ ધરને પણ એનાયત થયો હતો. ઉલ્લેખનીય છે કે માતા અને પુત્રને એકસાથે આ ગ્લોબલ એવોર્ડ પ્રદાન થયો હતો. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

સુરતઃ વર્લ્ડ પીએચડી સંસ્થા દ્વારા ગુજરાત વડોદરાના બ્રાન્ડ એમ્સેબેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલા આરજે અંજલી ધરને સુરતમાં 15મી ઓગસ્ટે ‘નોબેલ એશિયન ઓફ ધ યર’ 2018 એવોર્ડ પ્રદાન થયો હતો. અંજલી ધર ઉપરાંત 55 ટોચના સામાજિક ઉદ્યોગસાહસિકોએ તિરંગા ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિ લાવવા માટે યોજાયેલી ‘મિશન ઓકિસજન’ ઇવેન્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરવાથી પર્યાવરણનું રક્ષણ થાય છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. સુરતમાં આયોજિત આ સમારંભમાં સુરતના મેયર જગદીશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને કોર્પોરેટર રૂપલ શાહ આમંત્રિત મહેમાનો તરીકે હાજર રહ્યા હતા.
તિરંગા ચેલેન્જ અંતર્ગત એક છોડ રોપવાની અને અન્ય ત્રણ મિત્રોને છોડ રોપવાનો પડકાર ફેંકવાની આ સોશિયલ મીડીયા ઇવેન્ટ હતી. આ એવોર્ડ વિશ્વની આસપાસ ગ્રીન અર્થ વિશે જાગૃતિ સર્જવા માટે વડોદરાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અંજલી ધરને પ્રદાન થયો હતો. આ એવોર્ડ જુનિયર કેટેગરીમાં અનિરૂદ્ધ ધરને પણ એનાયત થયો હતો. ઉલ્લેખનીય છે કે માતા અને પુત્રને એકસાથે આ ગ્લોબલ એવોર્ડ પ્રદાન થયો હતો. આ અગાઉ તાજેતરમાં જીટીએફ બેંગલોરમાં ગ્લોબલ ટ્રાયમ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એકસેલન્સ ઇન લીડરશીપમાં પણ વડોદરાસ્થિત આરજે અંજલી ધરને ઇનોવેટીવ એજયુકેટર એવોર્ડ પ્રદાન થયો હતો.