સુરતની સુમુલ ડેરીમાં ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન સ્થાપશે

 

સુરતઃ ગુજરાતની સુરત સુમુલ ડેરી સૌપ્રથમ આઈસ્ક્રીમના કોન બનાવવવાના પ્લાન્ટની સ્થાપના કરશે. ઍટલું જ નહિ, આઈસ્ક્રીમના વેચાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્ના હોવાથી સુમુલ ડેરી રોજિંદા ૫૦ હજાર લિટર આઈસ્ક્રીમને બદલે હવે ઍક લાખ લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવા પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરશે. ઍક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે ત્રણ લાખ કોન ઉત્પાદન કરશે. આ બન્ને પ્લાન્ટનું ખાતમુહર્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બન્ને પ્લાન્ટ સુમુલ ડેરીના નવી પારડીમાં ઉભા કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્રની પ્રોડક્ટ લીક ઇન્સેટિવ સ્કીમમાં મજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બનશે.