સુરતની ખુશીએ માત્ર ૧૭ વર્ષની વયે આ ઉપલબ્ધિ હાંસલ કરી

 

સુરતઃ સુરતની રહેનારી ૧૭ વર્ષીય ખુશી ચિંદલિયાને પર્યાવરણ પ્રતિ પ્રેમ અને લગાવના કારણે ખુબ જ નાની ઉંમરમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ખુશી ચિંદલિયાને માત્ર ૧૭ વર્ષની વયે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) દ્વારા પ્રાદેશિક રાજદૂત એટલે રિજનલ એમ્બેસેડરના (RA) રૂપમાં નિમણુંક કરવામાં આવી છે. એમ્બેસેડરના રૂપમાં પસંદ કરાયેલી ૧૭ વર્ષીય ખુશીનું આ ઉપલબ્ધિ પર કહેવુ છે કે, તેણે તેના હોમટાઉનના ચારે બાજુ ફેલાયેલી લીલોતરીને કરમાઈ ગયેલ જોઈને પ્રકૃતિને બચાવવાના ઉપાયોને શોધવાનું શરૂ કર્યું હતું.

ખુશીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, જયારે હું અને મારો પરિવાર શહેરમાં નવા ઘરે શિફ્ટ થયા તો મને ચારે બાજુ લીલોતરી દેખાતી હતી. મારા ઘરની પાસે ચીકુના વૃક્ષોએ કેટલાક પક્ષીઓને રહેવા માટે જગ્યા આપી અને અમે સમગ્ર રીતે પ્રકૃતિથી ઘેરાયેલા હતા. પરંતુ જેમ-જેમ હું મોટી થતી ગઈ તો મેં લીલોતરીને નક્કર જંગલોમાં બદલાતા જોઈ અને ત્યારે મને અનુભવ થયો કે મારી નાની બહેન પ્રકૃતિની સુંદરતાનો આનંદ નહીં માણી શકે જેમ મેં મારા નાનપણમાં માણેલો. પ્રકૃતિ અને પર્યાવરણને સુરક્ષિત રાખવાની ઈચ્છા અને પ્રયત્નોએ આજે ૧૭ વર્ષીય ખુશીને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યમક્રમ-TUNZA Eco-GENerationની પ્રાદેશિક રાજદૂત બનાવી.

આ સન્માનજનક નિમણુંક બાદ ખુશીને પર્યાવરણની સુરક્ષા વિશે જાગૃતતા ફેલાવા અને પર્યાવરણ સંરક્ષણમાં ભારતના યોગદાન પર ચર્ચા કરવાની તક મળશે. તેને સમગ્ર દુનિયાના અન્ય રાજદૂતો સાથે આ વિષય પર ચર્ચા કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે. ખુશીનું આ કાર્ય લોકોને પ્રેરીત કરે તેવું છે.