સુરતના હરમીત દેસાઈ અને તેમની ટીમે ટેબલ ટેનિસની મેચમાં ગોલ્ડમેડલ જીતી લીધો..

0
914

કોમનવેલ્થ રમતોત્સવ-2018 ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યો છે. જેમાં ભારતના રમતવીરો વિવધ રમતમૈાં એમનું કૌવત દેખાડીને નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યા છે. ટેબલ ટેનિસની રમતમાં મહિલાઓએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો , ત્યારબાદ ગણતરીના કલાકોમાંજ ટેબલ ટેનિસની સ્પર્ધામાં ડબલની મેચમાં સુરતના ખેલાડી હરમીત દેસાઈ અને તેમની ટીમે જીત મેળવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો. આથી સુરતમાં હરમીત દેસાઈના ઘરે ઉજવણીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોે ખુશાલીના વાતાવરણમાં મિત્રો અને પરિચિતોને મિઠાઈ વહેંચી હતી. ગોલ્ડકોસ્ટમાં સિંગોપોરને હરાવીને ફાયનલમાં પહોંચેલા હરમીત દેસાઈ, જી. સાથીયાન અને શરથ કમલે ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા પુરવાર કરી  હતી.