સુરક્ષા મુદે પંજાબ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી નારાજ

 

 

નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં પણ તેને લઈને પીએમ મોદીના સમર્થનમાં સુર ઊઠી રહ્યા છે. પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું હતું, જે પણ થયું છે તે અસ્વીકાર્ય છે. પીએમ મોદીને ફિરોઝપુરની રેલીને સંબોધિત કરવા માટે સુરક્ષિત રૂટ ઉપલબ્ધ કરાવવાની જરૂર હતી. લોકશાહી આ જ રીતે કાર્ય કરી શકે છે. પંજાબમાં નવજોત સિધ્ધને પાર્ટીના અધ્યક્ષ બનાવવાના નિર્ણય સામે કોંગ્રેસના જ એક જૂથમાં વિરોધ છે, તેમાં સુનિલ જાખડનો પણ સમાવેશ થાય છે. દરમિયાન પંજાબના પૂર્વ સીએમ અને પંજાબ લોક કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહે પણ પંજાબના મુખ્યમંત્રીના રાજીનામની માંગ કરીને કહ્યુ છે કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિષ્ફળ ગઈ છે અને જો આપણે રાજ્યને સુરક્ષિત રાખવું હશે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જરૂર છે.