સુરક્ષા બજેટમાં ઘટાડો કરવામાં આવતાં ચિંતા વ્યકત કરતા વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ. જનરલ શરત ચંદ્ર

0
1243

તાજેતરમાં ભારતના સંરક્ષણ બજેટમાં ઘટાડો કરવામાં આવતા ભારતીય સૈન્યના વાઈસ ચીફ લેફ. જનરલ શરદચંદ્રે એઅંગે ડિફેન્સ કમિશન સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહયું હતું કે, સંરક્ષણ બજેટના ફંડમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી મેક ઈન ઈન્ડિયા અંતર્ગત જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે તે પરિયોજનાઓ બંધ કરી દેવી પડી છે. સંરક્ષણ  માટે પૂરતું નાણા ભંડોળ આપવામાં નથી આવ્યું એમાટે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ બજેટથી અમને નિરાશા ઉપજી છે. લશ્કરના આધુનિકરણ માટે ફાળવવામાં આવેલા 21, 338 કરોડ રૂપિયાનું ફંડ ખૂબ ઓછું કહેવાય. આધુનિકરણ અંતર્ગત, હાલમાં 125 પરિયોજનાઓ પર કાર્ય ચાલી રહ્યું છે. શસ્ત્ર સરંજામની ખરીદી અને એની જાળવણી બાબત પણ ખર્ચ કરવો પડતો હોય છે. જનરલ શરત ચંદ્રએ સશસ્ત્ર દળોની હાલની પરિસ્થિતિ અંગે પણ કમિટીને જાણકારી આપી હતી.