સુભાષ શાહ (ગુજરાત દર્પણ) ગુજરાત ટાઇમ્સના અમદાવાદ કાર્યાલયે

 

અમદાવાદ: ન્યુ જર્સીથી પ્રકાશિત થતા ગુજરાતી સામયિક ગુજરાત દર્પણનાં સ્થાપક-પ્રકાશક-તંત્રી સુભાષ શાહે અમદાવાદ ખાતે ગુજરાત ટાઇમ્સ (અમેરિકા)ના કાર્યલયની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત સમયે ગુજરાત ટાઇમ્સના કેલિફોર્નિયા ખાતેના સંવાદદાતા  શૈલેષ પરીખ અને અમદાવાદના સુરેશભાઈ સોઢા જોડાયા હતા. તેઓએ દિગંત સોમપુરા સાથે પત્રકારત્વ અંગે ઔપચારિક ચર્ચા કરી હતી.