સુપ્રીમ કોર્ટ વર્ચ્યુઅલ નહિ પણ પ્રત્યક્ષ સુનાવણી એક સપ્તાહમાં શરૂ કરશે …

 

     ગત બુધવારે 18 ઓગસ્ટના એવો સંકેત આપ્યો હતો કે, હવે રૂબરુ – પ્રત્યક્ષ કેસ સુનાવણીની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી રહી છે. ગત માર્ચ મહિનાથી સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી કરવામાં આવી રહી છે. મુખ્ય ન્યાયાધીશ એન વી રમણાની અધ્યક્ષતા હેઠળ મળેલી ખંડપીઠે કહ્યું હતું કે, હવે આગામી 10 દિવસોમાં પ્રત્યક્ષ સુનાવણીની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ખંડપીઠમાં જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અનિરુધ્ધ બોઝ પણ સામેલ હતા. ગત જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને ચીફ જસ્ટિસને પત્ર લખીને કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવાની માગણી કરી હતી.