સુપ્રીમ  કોર્ટ કહે છેઃ અમારી  સમક્ષ બહુ મોટી સંખ્યામાં મામૂલી કેસોની પિટિશનો દાખલ કરવામાં આવે છે, જેની સુનાવણી કરવામાં જ કોર્ટનો મોટાભાગનો સમય વેડફાઈ જાય છે..,

 

 સુપ્રીમ કોર્ટના વિદ્વાન અને નિપુણ ન્યાયાધીશોએ એક મહત્વપૂર્ણ નિરિક્ષણ કર્યું છે.  નામદાર અદાલતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં ખૂબ મોટી સંખ્યામાં ફાલતૂ બાબતોના કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. જેની સુનાવણી કરવામાં કોર્ટનો મહત્વનો સમય વેડફાઈ રહ્યો છે. આ પ્રકારના કેસ કોર્ટને નિષ્ક્રિય બનાવી રહ્યા છે. જે સમયકાળમાં કોર્ટ દેશના કોઈ મહત્વના મુદા્ – બાબતની સુનાવણી કરીને ચુકાદો આપી શકે એ સમય આવા નકામા કેસમાં બરબાદ થઈ રહ્યો છે. આવા નિરર્થક અને નકામા કેસના નિકાલ માટે ખૂબ સમયનો વ્યય થઈ રહ્યો છે, જેને લીધો સુપ્રીમ કોર્ટ દેશના – રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કેસની સુનાવણી સમયસર કરી શકતી નથી, તેમાં વિલંબ થાય છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ  અને જસ્ટિસ એમ આર શાહની વિશેષ ખંડપીઠે એક ઉપભોકતા( કન્ઝયુમર) વિષયક કેસની સુનાવણી કરતી વેળાએ આ પ્રકારની ટિપ્પણી કરી હતી.