સુપ્રીમ કોર્ટે સીબીઆઈના વડા આલોક વર્માની અરજી પરની સુનાવણી ટાળી દીધી

0
791

 

આજે સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા પરના સીવીસીના રિપોર્ટ અને તે અંગે વર્માએ આપેલા જવાબ પર સુનાવણી થઈ રહી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈના વડા આલોક વર્માના જવાબની સીલબંધ કવરની વાતો લીક થઈ જવા બાબત સખત નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આલોક વર્માના વકીસ ફલી નરીમાનને પૂછ્યું હતું કે, આ અહેવાલ લીક કેવી રીતે થયો ? જેના ઉત્તરમાં વકીલ ફલી નરીમાને જણાવ્યું હતું કે, અહેવાલના લીક થવા અંગે તેમને કશી માહિતી નથી. આથી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, તમે લોકો સુનાવણીને લાયક નથી. ત્યારબાદ સુનાવણી 29 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી હતી