સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આદેશ કર્યોઃ વેકિસનેશન પોલિસીનું ઓડિટ કરાવવાનો અને તેની ખરીદીથી માંડીને વિતરણની પ્રક્રિયા અંગેનો વિસ્તૃત અહેવાલ સુપરત કરવાનો…

 

      સુપ્રીમ કોર્ટે વેકસીન ખરીદવા માટે કેન્દ્રના બજેટમાં રાખવામાં આવેલા રૂપિયા 35 હજાર કરોડની જોગવાઈનો પૂરો હિસાબ માગ્યો છે. ઉપરોક્ત રકમમાંથી કેટલી રકમ કયાં કયાં વાપરવામાં આવી હતી તેની વિગતો માગવામાં આવી છે. કો- વેકસીન, કોવિશિલ્ડ, સ્પુટનિક-વી વગેરેની ખરીદીની તારીખો, કઈ તારીખે કેટલી વેકસીન ખરીદ કરી, તેમજ વેકસીન સંબંધિત સ્થળે કે મુકામે પહોચતી કયારે કરવામાં આવી તેની તારીખો સહિતની વિગતો ધરાવતી એફિડેવિટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. હજુ સુધી 18 થી 44 વર્ષની વય ધરાવતા લોકોને કેમ વેકસીન આપી શકાઈ નથી તે અંગે ખુલાસો કરવાનું કહ્યું છે.