સુપ્રીમ કોર્ટે આલોક વર્માને પાછી સોંપી સીબીઆઈના વડાની ખુરશીઃ કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને જોરદાર તમાચો

0
730

સુપ્રીમ કો્ર્ટે આલોક વર્માને  સીબીઆઈ ચીફ તરીકે પુનઃ સ્થાપિત કરીને કેન્દ્ર સરકારના નિર્ણયને જોરદાર લપડાક મારી દીધી છે. 23 ઓકટોબર, 2018ના સરકારે આલોક વર્માને ફરજિયાત રજા પર ઉતારવાના ફેંસલાને સુપ્રીમકોર્ટે રદબાતલ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે,  કે, આલોક વર્માને તેમના સ્થાન પરથી હટાવવા અગાઉ સિલેકશન કમિટી પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા હતી. તેમને જે પ્રકારે પદભ્રષ્ટ કરવામાં આવ્યા તે ગેરબંધારણીય હતું. હવે વર્મા સીબીઆઈના વડાતરીકેની કામગીરી બજાવી શકશે, પણ કોઈ નીતિગત નિર્ણયો લઈ શકશે નહિ. હાલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રજા પર હોવાથી જસ્ટિસ કે. એન. જોસેફ અને જસ્ટિસ એસ. કે. કોલની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. આલોક વર્માના વકીલ સંજય હેગડેએ ચુકાદા પછી પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, આપણા દેશમાં ન્યાયની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે. જો કોઈ ન્યાયની વિરુધ્ધ પગલું ભરે તો તેનેતેની ભૂલનું ભાન કરાવવા માટે ન્યાયતંત્ર હાજર હોય છે. સીબીઆઈના વડા આલોક વર્માને  કેન્દ્ર સરકારે ફરજિયાત રજા પર ઉતારી દીધા એ આદેશ સામે ન્યાય ચાહતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી.