
આજે સુપ્રીમ કોર્ટમાં ફ્રાંસના યુધ્ધ વિમાન રાફેલ વિષે સુનાવણી કરવામાં આવી હતી. રાફેલ અંગેના મહત્વના દસ્તાવેજો અખબારોમાં પ્રકાશિત થયા હતા, તેૈની રક્ષા મંત્ર્યાલયમાંથી ચોરી થઈ હતી. પરિણામે તેઅંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું એટર્ની જનરલ વેણુ ગોપાલે અદાલતને જણાવ્યું હતું.જસ્ટિસ કે. એમ. જોસેફે આ અંગે સખત શબ્દોમાં ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, જો રાફેલ બાબત મળેલા પુરાવાઓ મજબૂત અને નક્કર હશે અને એવું લાગશે કે એમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, તો આખી બાબતની સધન અનેૈ તલસ્પર્શી તપાસ થવી જોઈએ.