સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ- નિકાહ હલાલા અનવે બહુપત્નીત્વની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરો.

0
734

નવી દિલ્હીમાં ત્રણ સગીર સંતાનો ધરાવતી મહિલાના પતિએ ફરી લગ્ન કરીને પરિણીત મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી,આ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, મુસ્લિમોમાં પ્રવતર્તી બહુપત્નીત્વ અને નિકાહ હલાલા પ્રથાને ગેરબંધારણીય ઠરાવવામાં આવે. આ અગાઉ પણ  એક અરજી પાંચ ન્યાયાધીશોની બનેલી ખંડપીઠને સોંપવામાં આવી છે. મુસ્લિમ સમુદાયમાં મહિલાઓને થઈ રહેલા અન્યાય અને માનસિક ત્રાસની ઘટનાઓ હવે પ્રગટ થઈ રહી છે.