સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા જસ્ટિસ

0
883

હાલમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનર્જી એ સુપ્રીમ કોેર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યાબાદ સુપ્રીમ કોર્ટમાં મહિલા જસ્ટિસની સંખ્યા ત્રણની થઈ છે. આ ત્રણ મહિલા જસ્ટિસ છે – જસ્ટિસ આર. ભાનુમતી, જસ્ટિસ ઈન્દુ મલહોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનરજી. 1950માં ભારતની સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યારસુધીમાં સુપ્રીમ કોર્ટમાં કુલ 8 મહિલા જજની નિમણુક કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જસ્ટિસ તરીકે નિમાયાં હતા જસ્ટિસ ફાતિમા બીબી. તેમની નિમણુક 1989માં કરવામાં આવી હતી.