

સુપ્રીમ કોર્ટમાં રજૂ થનારા કેસની ફાળવણીની કાર્ય- પધ્ધતિમાં ફેરફાર કરવાની માગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં સિનિયર વકીલ શાંતિભૂષણ દ્વારા દાખલ કરવામાં આવી હતી. શાંતિભૂષણ પીઢ વકીલ . 1977માં જનતા પાર્ટીની રચના અને કટોકટી દરમિયાન તેમણે ભજવેલી ભૂમિકાને કારણે તેમને સામાજિક પ્રતિભા અને લોકપ્રિયતા મળી હતી. ઉપરોક્ત અરજીની રજૂઆત અંગે તેમના એડવોકેટ પુત્ર પ્રશાંત ભૂષણ અને કોંગ્રેસના પીઢ નેતા કપિલ સિબ્બલ દલીલો પેશ કરી રહ્યા હતા. એટર્ની જનરલે જણાવ્યું હતું કે, અદાલતમાં રજૂ થનારા કેસની ફાળવણી બાબત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જ માસ્ટર ઓફ રોસ્ટર છે. સુપ્રીમ કોર્ટના જજોને કેસની ફાળવણી કરવાનો અધિકાર માત્ર અને માત્ર તેમની પાસે જ છે. અદાલતે કહ્યું હતું કે, અરજીમાં કરવામાં આવેલી માગણી વ્યવહારિક નથી. શાંતિભૂષણે એમની પિટિશનમાં માગણી કરી હતી કે, કોલેજિયમ દ્વારા કેસની ફાળવણી કરાય . જેમાં ચીફ જસ્ટિસ સહિત પાંચ સીનિયર જજ હોય . શાંતિ ભૂષણે ચીફ જસ્ટિસ દ્વારા કરવામાં આવતી કેસોની ફાળવણી માટેની હાલની પધ્ધતિ સામે સવાલો ઊભા કર્યા હતા.