સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ-જન્મભૂમિ વિવાદની સુનાવણી શરૂઃ સર્વોચ્ચ અદાલતે સુબ્રહ્મણ્યમસ્વામીને ડખલ કરવાની મનાઈ કરી

0
845
Reuters

બુધવારથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા – રામ- જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી ચાલુ થઈ છે. આ મામલામાં અદાલતે ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમસ્વામીને હસ્તક્ષેપ  કરતા અટકાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રજિસ્ટારને સ્પષ્ટ નિર્દેશ આપતાં સૂચિત કર્યું હતું કે,હવે એ અંગે કોઈની યાચિકા સ્વીકારવી નહિ.સુબ્રહ્મણ્યમસ્વામીએ એવી રજૂઆત કરી હતી કે, અયોધ્યાસ્થિત રામ-જન્મભૂમિ સ્થળ પર પૂજા કરવી એ હિંદુ તરીકે અમારો મૌલિક અધિકાર છે, આ અધિકાર સંપત્તિ ધરાવવાના અધિકાર કરતાં વધુ મહત્વનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સ્વામીની યાચિકા પર સ્વતંત્રપણે વિચારણા કરવામાં આવશે. મિડિયામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર, અયોધ્યા – વિવાદના મામલે અન્ય 30 અરજીઓ કરવામાં આવી હતી. જેમાં કહેવાતા સામાજિક કાર્યકર તિષ્ટા સેતલવડ , ફિલ્મ  અભિનેત્રી અપર્ણા સેન તેમજ શ્યામ બેનેગલ વગેરે વ્યક્તિઓ દ્વારા હસ્તક્ષેપ કરતી રજૂઆતોને અદાલતે નકારી કાઢી હતી