સુપ્રીમ   કોર્ટનો મહત્વનો ચુકાદો – સરકાર કાયદા મુજબ એસસી- એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે.

0
761

 

હાલમાં પ્રમોશનમાં અમાનત પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ફરમાન કર્યું છેકે, જયાં સુધી સંવિધાન પીઠ તેના પર અંતિમ નિર્ણય ના કરે ત્યાં સુધી કેન્દ્ર સરકાર પ્રમોશનમાં અનામત લાગુ કરી શકે છે. સરકારના વિશેષ સોલીસીટર જનરલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, કર્મચારીઓને પ્રમોશન આપવું એ કેન્દ્ર સરકારની જવાબદારી છે. જુદી જુદી હાઈકોર્ટના નિર્ણયને કારણે કર્મચારીઓનું પ્રમોશન અટકી ગયું છે. નોંધપાત્ર બાબત એ છે કે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોને કારણે કેટલાક સરકારી વિભાગોના કર્મચારીઓને પ્રમોશન અપાયું નહોતું. યુપીએ સરકારના સમયથી જ પ્રમોશનમાં અનામત લાગુ કરવાના મુદા્ માટે જાતજાતના તર્ક- વિતર્ક કરવામાં આવી રહ્યા હતા.