
ગત મંગળવારે સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો . જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક હિંદુ યુવતીના મુસ્લિમ યુવક સાથેના લગ્ન રેગ્યુલર કે કાયદેસરના ના ગણી શકાય. આવા લગ્ન ગેરકાનૂનીૂ – અવૈધ ગણાય છે. પરંતુ આવા લગનના પરિણામે દંપતીને થયેલું બાળક એના પિતાની પૈતૃક સંપતિતમાં કાયદેસરનું હકદાર ગણાય છે. કેરલની હાઈકોર્ટે આપેલા ઉપરોકત ચુકાદાને સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્વીકાર્ય ગણ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત મામલાનો નિષ્કર્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, એક મુસ્લિમ યુવકના કોઈ મૂર્તિપૂજક અથવા અગ્નિ-ઉપાસક હિંદુ યુવતી સાથે લગ્ન થાય તો એ લગ્ન કાયદેસરના નથી, તેમજ ફોક પણ નથી. આવા લગ્ને એ અનિયમિત લગ્ન છે. આવા લગ્ન કરનાર દંપતીને થયેલું બાળક એની પૈતૃક સંપત્તિમાં હકદાર છે. , લગ્ન કરનારી હિંદુ સ્ત્રી જો આ લગ્ન તૂટી જાય તો માત્ર મહેરની જ હકદાર રહે છે. પતિની સંપત્તિમાં ભાગ માગી શકતી નથી.