સુપ્રીમ કોર્ટનો ચુકાદો : સરકારના અભિપ્રાયથી જુદા વિચાર કે મંતવ્યને રાજદ્રોહ ન ગણી શકાય …

 

       સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ કિશન કૌલ અને હેમંત ગુપ્તાની બેન્ચે જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબદુલ્લા સામેની અરજી નામંજૂર કરવાનું ફરમાન કર્યું હતું. જમ્મુ – કાશ્મીર રાજ્યમાંથી 370મી કલમ હટાવવાના કેન્દ્ર સરકારના પગલાનો વિરોધ કરતું નિવેદન ફારુક અબદુલ્લાએ કર્યું હતું. તેમના આ નિવેદનનો વિરોધ કરીને અરજી કરવામાં આવી હતી કે, ફારુક અબદુલ્લાએ આપેલું નિવેદન દેશની વિરુધ્ધ છે, એ માટે તેમણે  સાંસદ પદ પરથી દૂર કરવા જોઈએ. ઉપરોકત પિટિશનને ફગાવતાં ન્યાયાધીશોએ કહ્યું હતુ કે, સરકારનું જે મંતવ્ય,પગલું કે અભિપ્રાય હોય તેનાથી જુુદો વિચાર રજૂ કરતી વ્યક્તિને રાજદ્રોહ કરનારી ના કહી શકાય .

   અદાલતે અરજદારોની અરજી ફગાવી દઈને તેમની પર રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો હતો.અરજદાર રજત શર્મા અને કેટલાક અન્ય લોકો ફારુક અબદુલ્લાનો વિરોધ કરવા અદાલતમાં પહોંચ્યા હતા. અરજદારોએ અદાલતને જણાવ્યું હતું કે, ફારુક અબદુલ્લાએ આર્ટિકલ 370 હટાવવા સામે ચીન અને પાકિસાતા પાસેથી મદદ માગવાની વાત કરી હતી. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતોકે, ફારુક અબદુલ્લાએ એક ટીવી મુલાકાતમાં જણાવવામાં આવ્યું હતું કે. ચીનની મદદ લઈને કાશ્મીરમાં 370મી કલમ ફરી લાગુ કરવામાં આવશે. જોકે ફારુક અબદુલ્લાની રાજકીય પાર્ટી નેશનલ કોન્ફરન્સે એ દાવાને નકારી કાઢ્યા હતા.