સુપ્રીમ કોર્ટનો કડક આદેશ- ગૌહત્યા અને બાળકોનું અપહરણ થયાની અફવાથી પ્રેરિત ટોળું હત્યા કરે એ ગુનો છે.

0
945
Reuters

સુપ્રીમ કોર્ટે ગૌહત્યા અને બાળકોનું અપહરણ થયાની અફવા સાંભળીને ઉશ્કેરાતું ટોળું કે મેદની કોઈની હત્યા કરે તો એ ગુનો છે એવી જાહેરાત સર્વોચ્ચ અદાલતે કરી હતી. આ  પ્રકારે અફવાઓ સાંભળીને મેદની એકઠી થાય અને ઉશ્કેરાઈને હિંસા આચરે , તેને અટકાવવાની કે રોકવાની જવાબદારી રાજ્યસરકારની છે. આ રીતે થતી હિંસાને અટકાવવા માટે ગાઈડલાઈન જારી કરવાનો અનુરોધ કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી કરતા અદાલતે ઉપરોક્ત સૂચનો કર્યા હતા. એડિશનલ સોલીસીટર જનરલ પી એસ નરસિંહાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારનીહિંસાની ઘટનાઓને કારણે ચિંતા અનુભવી રહી છે. એનો અટકાવવાના પ્રયાસો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ કાનૂન- વ્યવસ્થા સાથે સંબંધિત સમસ્યા છે. જે રાજ્યો અદાલતના આદેશોનું પાલન નથી કરતાં સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરવી જોઈએ