સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો – ઘરેલુ હિંસાના કાયદાની અંતર્ગત, ઘરની પૂત્રવધૂને પતિના માતા- પિતાના એટલે કે સાસુ- સસરાના ઘરમાં રહેવાનો અધિકાર છે. 

 

    દેશની સર્વોચ્ચ અદાલતે ઘરેલુ હિંસાના મામલામાં ચુકાદો આપતાં અનેક મહત્વના નિર્ણયો જાહેર કર્યા હતા. નામદાર અદાલતે એના ચુકાદામાં જણાવ્યું હતું કે, ઘરની પુત્રવધૂને (પીડિત પત્નીને ) તમામ પરિવારની મજીયારી મિલકતમાં પોતાનો હિસ્સો મેળવવાનમો કાનૂની અધિકાર છે, એટલું જ નહિ એને પોતાના પતિની મિલકતમાં પણ હિસ્સો મેળવવાનો કાનૂની અધિકાર છે. પીડિતા પુત્રવધૂ એના સસરાની માલિકીના ઘરમાં  પણ અધિકાર પૂર્વક રહી શકે છે. 

 સુપ્રીમ કોર્ટે 2005માં દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસાના મામલા બાબત ચુકાદો આપતાં ઘણી સ્પષ્ટતાઓ કરી હતી.