સુપ્રીમ કોર્ટના  46મા ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ  કરીને કાર્યભાર સંભાળતા રંજન ગોગોઈ

0
852

આજે બુધવારે 3 ઓકટોબરના દિને જસ્ટિસ રંજન ગોગોઈએ ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરીને કાર્યભાર સંભાળ્યો હતો. રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિન્દજીએ રાષ્ટ્રપતિભવનમાં આયોજિત ખાસ શપથ-ગ્રહણ સમારંભમાં રંજન ગોગોઈને તેમના હોદા્ની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.  પોતાની કામગીરીના પહેલા દિવસેજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતમાં દાખલ કરવામાં આવતા મામલાઓ (કેસ) અને તેની સુનાવણી સંબંધિત પોતાનો અભિપ્રાય કડક રીતે પેશ કર્યો હતો.

  રંજન ગોગોઈ દેશના પૂર્વોત્તર પ્રદેશમાંથી આવનારા  દેશના પ્રથમ ચીફ જસ્ટિસ છે. અગાઉ તેઓએ ગોહાટી, પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. તેમના પિતા કેશવચંદ્ર ગોગોઈ 1982માં બહુ ઓછા સમય માટે આસામના મુખ્યપ્રધાનપદે રહયા હતા. તેમના પિતા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તેમના મોટાભાઈ અંજન ગોગોઈએ  એરમાર્શલ તરીકે કામગીરી બજાવી હતી