સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ નામદાર દીપક મિશ્રા સામે મહા- અભિયોગ ( ઈમ્પિચમેન્ટ) પ્રસ્તાવ રજૂ કરવામાં આવે એવી સંભાવના

0
854

ભારતની સર્વોચ્ચ અધાલતના મુખ્ય નાયાયાધીશ દીપક મિશ્રા વિરુધ્ધ મહા અભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવાની  હિલચાલ કેટલાક સંસદસભ્યો કરી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ દ્વારા મહાઅભિયોગનો મુસદો્ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ મસદો્ અન્ય રાજકીય પક્ષોને પણ આપવામાં આવશે. આ પ્રસ્તાવ પર રાષ્ટ્રવાદી કોંગ્રસ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય રાજકીય પક્ષોએ સહીઓ કરી છે. હાલમાં સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રના બીજા દૌરમાં વિપક્ષો ભારતીય જનતા પક્ષની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પેશ કરવાની કામગીરીમાં રોકાયેલા છે. બે બે સપ્તાહ દરમિયાન રાજ્યસભા અને લોકસભાની કામગીરી ખોરંભાતી રહી છે. વિપક્ષો શોરબકોર અને વિરોધ કરીને સંસદનું કામકાજ કરવા દેતાં નથી. સંસદનું બજેટ સત્ર દિન પ્રતિદિન અરાજકતાભર્યું બનતું જાય છે. આવી પરિસ્થિતિમાં સંસદ સદનમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય એમ નથી . વિપક્ષોની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પેશ કરવાની કાર્યવાહી સંપન્ન થયા બાદ આ અંગે વિચારણા થવાની સંભાવના છે.