સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ માર્કણ્ડેય કાત્જુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પ્રસંસા કરી…

0
819
Photo: Facebook

સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ માર્કણ્ડેય કાત્જુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પ્રંશસક બની ગયા છે. શક્રવારે સોશ્યલ મિડિયા ટવીટર પર તેમમએ લખ્યું હતું કે, હું પહેલા ઈમરાન ખાનનો ટીકાકાર હતો. પરંતુ 28મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનસંસદના સંયુકત સત્રની બેઠકમાં તેમણે જે પ્રવચન આપ્યું તે સાંભળીને હું તેમનો પ્રશંસક બની ગયો. ઈમરાન ખાને પાકિસ્તાન- ભારત બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીભરી સ્થિતિને હળવી કરવા માટે બુધ્ધિમાન અને સંયમિત રીતે જે ભાષણ આપ્યું તે સાંભળીને હું તેમનો પ્રશંસક બની ગયો છું. જસ્ટિસ કાત્જુએ ટવીટર પર કરેલી તારીફનો અહેવાલ પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ઈમરાન ખાને જણાવ્યું તું કે, બન્ને દેશો વચેચેની સમસ્ટાઓને તે ભારત સાથે વાતચીત કરીને ઉકેલવા ઈચ્છે છે. તેમએ પોતાના પ્રવચન દરમિયાન ભારતના એરફોર્સના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનની ભારતને સોંપણી કરવાની પણ જાહેરાત કરી હતી