સુપ્રીમ કોર્ટના દરેક ચુકાદા સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે: CJI

 

 

મુંબઈ: સુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે લોકોને કોર્ટના નિર્ણય વિશે તેમની ભાષામાં માહિતી મળશે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મુંબઇના દાદરના યોગી ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમિયાન આની જાહેરાત કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે દેશના છેવાડાના વ્યકિતને સસ્તો અને ઝડપી ન્યાય મળે તે માટે દરેક શકય પ્રયાસ કરવામાં આવશે. જયાં સુધી આપણા દેશના નાગરિકને તે સમજે તેવી ભાષામાં કોર્ટના નિર્ણયની માહિતી નહીં મળે ત્યાં સુધી ન્યાયતંત્ર સાર્થક નહી થાય.

વધુમાં તેમણે કહ્યું કે ટેકનોલોજીની મદદથી કોર્ટમાં વ્યાપક પરિવર્તન લાવી શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સુપ્રીમ કોર્ટના નિર્ણયોનેદરેક ભાષામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ શ‚ થઇ ગયું છે. કાયદો વ્યકિત માટે બનાવવામાં આવ્યો છે. તેથી જ સિસ્ટમ વ્યકિતથી ઉપર ન હોઇ શકે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણ પર ભાર મૂકયો હતો અને કહ્યું હતું કે કોર્ટને પેપરલેસ અને ટેકનોલોજી સક્ષમ બનાવવાનું  મિશન છે. 

ન્યાયતંત્રમાં મહિલાઓની વધતી ભાગીદારની પ્રશંસા કરતાં તેમણે યુવા અને નવા વકીલોને વધુ તકો આપવા પર ભાર મુકયો હતો. હું રોજ અડધો કલાક યુવા વકીલોને સાંભળું છું. 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઇ અને બોમ્બે હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીમ એસવી ગંગાપુરવાલાએ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના ન્યાયિક વિવેકબુદ્ઘિની પ્રશંસા કરી હતી. બીજી તરફ, એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે ચીફ જસ્ટિસના કાયદાકીય વ્યવસાયની સફરનો પરિચય આપ્યો. આ કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, સીટીંગ અને હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ, બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવાના ચેરમેન મિલિંગ થોબડે, બીસીએમજી સેક્રેટરી પ્રવિણ રણપિસે સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા તૈયાર કરાયેલ સિવિલ અને ક્રિમિનલ પ્રેકિટસ હેન્ડબુક બહાર પાડી. આ સાથે તેમણે બીસીએમજીની એર ન્યુઝ અને વ્યૂઝ ચેનલ પણ શ‚ કરી. બીસીએમજી દેશની પ્રથમ બાર કાઉન્સિલ છે જેણે યુવા વકીલો માટે તેના પ્રકારની પ્રથમ પ્રેકિટસ હેન્ડ બુક બહાર પાડી છે. આ હેન્ડબુકની નકલ ૫૦,૦૦૦ યુવા વકીલોને વિનામૂલ્યે આપવામાં આવશે.