સુપ્રીમ કોર્ટના   જજ તરીકે પસંદ કરાયેલા 25 જજની યાદીમાં સ્થાન પામતા ભારતીય- અમેરિકન વકીલ અમુલ થાપર

0
1326

 

ભારતીય- અમેરિકન ધારાશાસ્ત્રી અમુલ થાપર સુપ્રીમ કોર્ટના જજ  માટે પસંદ કરવામાં આવેલા 25 જજના નામની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. હાલના સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિની ઉંમર 81 વરસની થઈ ગઈ છે. તેઓ હવે નિવૃત્ત થવા માગે છે. પસંદ કરવામાં આવેલી યાદીમાંથી એક વ્યક્તિના નામની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલામણ કરશે. , જેને સેનેટના સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ જજ પોતાનો કાર્યબાર સંભાળશે.