સુપ્રીમ કોર્ટના જજે રાજસ્થાનના એડિશનલ ચીફ સેક્રેટરીને ઠપકો આપ્યો- યોગ્ય પોશાક પરિધાન કરીને અદાલતમાં આવો

0
958

રાજસ્થાનના એડિશનલ ચીફ સેક્રેટરી ગુલાબી રંગનું શર્ટ અને ગ્રે રંગનું પેન્ટ પહેરીને સુપ્રીમ કોર્ટમાં આવ્યા એટલે એ જોઈને ન્યાયાધીશે એમને ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટસ સંજય કે કૌલની બેન્ચ સમક્ષ ચાલી રહેલા કેસમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનના મુખ્ય સચિવનાે પોશાક જોઈને ન્યાયાધીશ ચેલમેશ્વરે કહ્યું હતું કે, શું તમારી ઓફિસમાં કર્મચારીઓ આ પ્રકારનાો પોશાક પહેરીને આવે છે?શું તમારા કર્મચારી ઓફિસમાં ધોતી – ચપ્પલ પહેરીને આવે છે? અધિકારીવર્ગ માટે એક ચોક્કસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. શું પોશાક અંગેની એ આચારસંહિતા- નિયમો તમે વાંચ્યા છે ? ત્યારબાદ સંબંધિત અધિકારી વર્ગ દ્વારા અદાલતની માફી માગવામાં આવી હતી. જેમાં રાજયના એડિશનલ સોલીસીટર જનરલ એનએસ નંદકર્ણીનો સમાવેશ થતો હતો.