સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પાંચ રાજ્યોની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણુક કરી ..

0
947

સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ નામદાર રંજન ગોગોઈએ દેશભરમાં વિલંબમાં પડેલા કાનૂની મામલાઓને જેમ બને તેમ જલ્દીથી પૂરા કરવાની પ્રક્રિયાનો આરંભ કર્યો હતો.તેઓએ જયારે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેઓ કાનૂનપ્રક્રિયાને દેશભરના રાજ્યોમાં આવેલી હાઈકોર્ટમાં ખાલી પડેલા સ્થાનો બાબત તેમણે માહિતી પ્રાપ્ત કરી હતી. વધુ ગતિશીલ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે  ઉત્તરાખંડ, સિક્કીમ, કલકત્તા,ગૌહાટી અને મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણુક કરી હતી. આંધ્રપ્રદેશ- તેલંગાણાની હાઈકોર્ટના ન્યાયાધીશ રમેશ રંગનાથને ઉત્તરા ખંડની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. નૈનીતાલસ્થિત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કે એમ જોસેફને ગત ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિજયકુમાર વિષ્ઠને સિક્કીમની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. કલકત્તાની હાઈકોર્ટના ન્યાયાધીશ દેવાશીષ કાર ગુપ્તાને બઢતી આપીને મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. ન્યાયાધીશ નરેશ હરિશ્ચંદ્ર પાટિલને મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે.