સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મંદિરમાં દર્શન કરવા ગયા પરંતુ ….

0
847

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મંદિરમાં દર્શન કરવા ગયા પરં તુ ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ દર્શન માટે મંદિરની મુલાકાતે આવ્યા હોવાથી ચીફ જસ્ટિસે મંદિરની બહાર રોકાઈને પ્રતીક્ષા કરવી પડી હતી.ચીફ જસ્ટિસ  તેમનાં ધર્મપત્ની સાથે આસામના વિખ્યાત કામાખ્યા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દુર્ગાષ્ટમી જેવા પવિત્ર ધાર્મિક પ્રસંગે દર્શનાર્થીઓની ભીડને કાબૂમાં રાખવાની તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસતંત્રની હોય છે. આ પ્રસંગે દુર્વ્યવહાર , પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થામાં કમીના ગુનાસર  સંબંધિત તંત્રના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને નોકરકીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જેમાં ડેપ્યુટી કમિશ્નર ભંવરલાલ મીના, વધારાના ડેપ્યુટી કમિશ્નર પુલક મહંતા અને પ્રશાંત પ્રતિમ કઠકોટિયાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત અધિકારીઓના વલણ અને વ્યવહાર અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નારાજગી પ્રદર્શિત  કરી હતી