સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વિરુધ્ધ મહા અભિયોગના પ્રસ્તાવનો વિરોઘ કરતી જનહિત અરજ પંજાબ અને હરિયાણા અદાલતમાં દાખલ કરવામાં આવી

0
950

 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે મહા અભિયોગનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવાની કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષની હિલચાલ બાબત પંજાબ અને હરિયાણાની કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં બંધારણમાંથી મહા અભિયોગની પ્રથા રદ કરવાની માગણી કરવામાં આવી હતી. અરજી ચંડીગઢના હરિચંદ અરોરા દ્વારા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,હાલમાં કુલ 228 સાંસદો સામે ફોજદારી ગુના કરવા માટે કેસ ફરિયાદો કરવામાં આવી છે. વળી કેટલાક સાંસદો તો અદાલતમાં વકીલાત પણ કરે છે. એટલે એમના હિતોને જાળવા માટે તેઓ આ પ્રકારની કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે. આ એમના હિતોના ટકરાવનો મામલો છે. આથી આ પ્રકારની જોગવાઈ રદ કરવી અનિવાર્ય છે. જનહિતની આ યાચિકા પર 26મી એપ્રિલે સુનાવણી કરવામાં આવશે.