સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતના ૪૦ જજોના પ્રમોશન રદ

ગાંધીનગરઃ ગુજરાતના ૬૬ જજોના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટની રોક બાદ હાઈકોર્ટે નવુ લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં હાઈકોર્ટે ૬૮ જજનું પ્રમોશન લિસ્ટમાંથી ૪૪ જજને બહાર કરતા તેમને પરત જૂના પદ પર મોકલી દીધા છે. આ ઉપરાંત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, પ્રમોશન માટે યોગ્ય ગણાયેલા બાકી ૨૮ જજોનું અલગ લિસ્ટ જાહેર કર્યું છે. તેમને નવા પદ અપાયા છે. પ્રમોશનની પ્રક્રિયા વિવાદમાં આવવાથી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે ૪૦ જજોનું સિલેક્શન ફરીથી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આખરે ગુજરાતના ન્યાયાધીશોના પ્રમોશન પર સ્ટે મૂકી દીધો હતો. ૮મી મેના રોજ સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રમોશનની યાદીમાંથી મોટી સંખ્યામાં જજોના નામ હટાવવામાં આવ્યા છે. ગુજરાતના ૬૮ ન્યાયાધીશોની બઢતી પર સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેની અસર રાજ્યના ન્યાયતંત્ર પર પડી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલી બઢતી યાદીમાંથી ૪૦ જજોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ૬૫ ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્કસને ધ્યાનમાં રાખીને નવી યાદી બનાવી છે. આ કેસમાં ૬૮ માંથી ૪૦ જજોના નામ જૂની યાદીમાંથી કાઢી નાખવામાં આવી છે. આજે જે લિસ્ટ જાહેર કરાયં છે, તેમાં ૪૦ જજની જૂની પોઝિશન યથાવત રહેશે.
મોદી સરમેન માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનારા જજ એચ. એચ. વર્માનુ પ્રમોશન કોર્ટના નિર્ણયથી પ્રભાવિત થયુ નથી. વર્મા સહિત અન્ય ૨૭ જજનું પ્રમોશન યથાવત રખાયું છે. કારણ કે, આ તમામના લેખિત પરીક્ષામાં ૧૨૪ માર્કસથી વધુ છે. વર્માએ લેખિત પરીક્ષામાં ૧૨૭ અંક હાંસિલ કર્યા હતા. પહેલાના લિસ્ટમાં એચ. એચ. વર્માને પ્રમોશન આપીને રાજકોટ મોકલવમા આવ્યા હતા. નવા લિસ્ટમાં જજ એચ. એચ. વર્માનુ પોસ્ટીંગ રાજકોટમાં જ રાખવામાં આવ્યું છે. તેઓ ત્યાં એડિશન ડિસ્ટ્રીક્ટ એન્ડ એડિશન સેશન્સ જજ તરીકે કામ કરશે. તો બીજી તરફ ગુજરાતની ન્યાયિક પ્રક્રિયામાં પોતાના નિર્ણયથી હડકંપ મચાવનારા જસ્ટિસ એમ. આર. શાહ સેવાનિવૃત્ત થયા છે. સુપ્રીમ કોર્ટમાં અંતિમવાર બેન્ચ પર બેસતા સમયે તેમની આંખોમાંથી આંસું આવી ગયા હતા.
જસ્ટિસ શાહે કહ્યુ કે, હું નારિયેળની જેમ છુ. જો હું રડવાનું શરૂ કરી દઉ તો કૃપા મને માફ કરજો. બારના તમામ સદસ્યોનો દિલથી આભાર માનું છું. શાહે આગળ કહ્યું કે, હું સેવા નિવૃત્ત થનારો વ્યક્તિ નથી. હું એક નવી ઈનિંગ શરૂ કરીશ અને આ ઈનિંગ માટે હું ઈશ્વર પાસેથી સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીશ. તેના બાદ તેઓએ રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરની કેટલીક પંક્તિઓ કહી હતી. આગામી સુનાવણી ૮ ઓગસ્ટે કરવામાં આવશે. જેના પર ફાઈનલ સુનાવણી સીજેઆઈ કરશે. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ સી. ટી. રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટમાં જે અધિકારીઓએ આ અરજી દાખલ કરી હતી તેમનું નામ રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતરાય મહેતા છે. બંને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી છે અને ખુદ ૬૫ ટકા ક્વોટા માટે યોજાયેલી પરીક્ષામાં સામેલ પણ હતા. ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી રવિ કુમાર મહેતાને ૨૦૦ માર્ક્સની પરીક્ષામાં ૧૩૫.૫ માર્ક્સ મળ્યા હતા. જ્યારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સચિન પ્રતાપ રાય મહેતાએ ૧૪૮.૫ માર્ક્સ મેળવ્યા હતા. બંને જજોને આરોપ મૂકયો હતો કે પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ લાવનારા જજોને જિલ્લા જજની કેડરમાં પસંદ કરી લેવાયા હતા. જોકે વધુ માર્ક્સ મેળવનારા અનેક ઉમેદવારોને રિજેક્ટ કરી દેવાયા હતા