સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ – વડા ન્યાયાધીશ બનશે જસ્ટિસ રંજન ગોગોઈ..

0
858
IANS

આ પહેલીવાર ન્યાયતંત્રના ક્ષેત્રમાં બની રહ્યું છે, ભારતના પૂર્વોત્તર વિસ્તાર આસામની વતની વ્યકિત આ પદ પર વિરાજમાન થઈ રહી છે. આ પદ સુધી પહોંચવા માટે ન્યાયાધીશ રંજમન ગોગોઈએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. 1954માં 8 નવેમ્બરે જન્મેલા રંજન ગોગાઈએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસના વિષયમાં સ્નાતકની પદવી લીધી હતી. તેમણે  1978થી વકીલાત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે બંધારણીય, આર્થિક તેમજ વ્યાપારિ્ક ક્ષેત્રના કેસો હાથ પર લીધા હતા. તેમણે આસામના ગોહાટીમાં વકીલાતના ક્ષેત્રમાં નામના મેળવી હતી. આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશવ ચંદ્ર ગોગોઈના તેઓ પુત્ર છે. આગામી 3 ઓકટોબર, 2018ના તેઓ દેશની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશનું પદ ગ્રહણ કરશે.