સુપર સ્ટાર સલમાન ખાનના પ્રોડકશન હેઠળ બનેલી ફિલ્મ નોટબુક હવે રિલિઝ માટે તૈયાર છે…

0
1108

સુપર સ્ટાર સલમાન ખાન નિર્મિત ફિલ્મ હવે ટૂંક સમયમાં જ રિલિઝ કરવામાં  આવશે. ચરિત્ર અભિનેતા તેમજ ખલનાયકની ભૂમિકાઓ ભજવતા મોહનિશ બહેલની પુત્રી પ્રનૂતન આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવી રહ્યા છે- ઝહીર ઈકબાલ. બન્ને કલાકારોની આ પ્રથમ ફિલ્મ છે. પ્રનૂતન પાસે એલએલબીની ડિગ્રી છે. ઝહીર ઈકબાલ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પોતાની સફળ કારકિર્દીની શરૂઆત કરી ચૂકયા છે.અભિનયના ફિલ્ડમાં આવતા અગાઉ ઝહીરે એક પ્રીમિયમ બિલ્ડીંગના બિલ્ડર તરીકે કામગીરી શરૂ કરી હતી. એટલું જ નહિ, ઈકબાલે ફિલ્મના આસિસ્ટન્ટ તરીકે કાર્યની શરૂઆત કરી હતી. ઝહીરના પિતા  અભિનેતા સલમાન ખાનના ખાસ મિત્ર છે. તેને લીધેજ ઝહીરનો સુપર સ્ટાર સલમાન ખાન સાથે સંપર્ક થઈ શકયો હતો. ફિલ્મ નોટબુકની વાર્તા અલગ છે, જે સમયે સોશ્યલ મિડિયા અને ઈન્ટરનેટ આટલાં વિકસિત અને પ્રચલિત નહોતા ત્યારના સમયગાળાની આ ફિલ્મમાં વાત કરવામાં આર્વ છે. ફિલ્મની વાર્તામાં નીતિન કક્કડે બે અનજાણ વ્યક્તિઓના ગાઢ રોમાન્સની વાત રજૂ કરી છે. બન્ને વચ્ચેના નાજુક સંબંધની નાજુક વાત ખૂબજ કલાત્મક રીતે અને અસરકારક અભિનય દ્વારા ફિલ્મમાં પેશ કરવામાં આવીી છે. કશુંક નવું હોય, છતાં કલાત્મક હોય તેમજ સંવેદનક્ષમ હોય તો ફિલ્મ જોવા- માણવાની દર્શકોને અવશ્ય મજા આવશે. ભારતીય સિનેમાની પ્રતિભાસંપન્ન – મહાન અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન અભિનયના ક્ષેત્રમાં શ્રીગણેશ કરી રહી છે…