સુપર સ્ટાર રજનીકાન્તની ફિલ્મ દરબાર આવી  રહી છે. …

0
334

    દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર અને અતિ લોકપ્રિય અભિનેતા રજનીકાન્તની ફિલ્મ આવી રહી છે…નામ છે- દરબાર… આ ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રજનીકાન્ત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં આ ફિલ્મના એક સીનનો વિડિયો વાયરલ થયો હતો. આ સીનમાં રજનીકાન્ત સખત ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. આશરે 25 વરસ બાદ તેઓ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે. છોલ્લે 1982માં તેમણે ફિલ્મ પાંડિયનમાં પોલીસની ભૂમિકા ભજવી હતી. આગામી ફિલ્મ દરબારમાં તેમની સાથે અભિનેત્રી નયનતારા, સુનિલ શેટ્ટી, પ્રતીક  બબ્બર વગેરે ભૂમિકા ભજવી રહ્યા છે. રજનીકાન્તના લાખો ચાહકો તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..