‘સુપરબગ્સ’ સમગ્ર વિશ્ર્વમાં મચાવી તબાહી: આ વાયરસથી ૧૦ મિલિયન લોકો જીવ ગૂમાવશે

 

અમેરિકા: અમેરિકાને ડરાવનારો સુપરબગ્સ હવે દુનિયાની સૌથી જીવલેણ બીમારી તરીકે સામે આવી રહ્યો છે. કોરોના મહામારી બાદ હવે સુપરબગ્સ દુનિયામાં તબાહી મચાવવાની શ‚રૂ કરી દીધું છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિપાર્મેન્ટ (સીડીસી)ના રિપોર્ટ અનુસાર આ રોગ પર કોઇ દવાની અસર નથી થતી. એશિયામાં ભારતમાં આ રોગ વ્યાપકપણે સૌથી વધુ જીવ લઇ રહ્યો છે. મેડિકલ જર્નલ લેન્સેટના રિપોર્ટ અનુસાર બ્રિટનના એક સંશોધકો કહ્યું કે આવનારા સમયમાં દર વર્ષે ૧૦ મિલિયન લોકો આ બીમારીને કારણે જીવ ગુમાવશે. સુપરબગ્સ એ બેક્ટેરિયા, વાયરસ અને પરોજીવીઓનો એક પ્રકાર છે જે એન્ટિબાયોટિક્સના દુ‚પયોગના કારણે ઉદ્ભવે છે. સુપરબગ્સ બન્યા પછી તે હાજર કોઇ પણ પ્રકારની દવાઓથી મૃત્યુ પામતો નથી અને ઘણા પ્રસંગોએ લોકોના જીવ લે છે. સીડીસી અનુસાર સુપરબગ્સ એકલા અમેરિકામાં દર વર્ષે ૫૦ હજાર લોકોને મારી નાખે છે. એટલે કે દર ૧૦ મિનિટે સુપરબગ એક વ્યક્તિને મારી નાખે છે. અમેરિકા જેવા અદ્યતન દેશમાં આ આંકડો ખૂબ જ ભયાનક છે. હાલમાં ભારતમાં સુપરબગ્સને કારણે મૃત્યુદર ૧૩ ટકા છે જે કોરોના કરતાં ૧૩ ગણો વધારે છે.