સુનીલ ગ્રોવર કહે છે- હું હાલમાં ચાલી રહેલો કપિલ શર્માનો કોમેડી શો જોતો નથી..

0
554

કપિલ શર્માનો કોમેડી શો હાલમાં ખૂબ જ લોકપ્રિય થયો છે. શરૂઆતના ગાળામાં જ આ શોને જે લોકપ્રિયતા મળી હતી, એની ટીઆરપી ટોચ પર પહોંચી હતી અને કપિલ શર્મા રાતોરાત સેલિબ્રિટી બની ગયો હતો. ત્યારબાદ કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે વિવાદ થવાને કારણે ડો. મશહૂર ગુલાટીની ભૂમિકા ભજવતો સુનીલ ગ્રોવરે શો છોડી દીધો હતો. જેને કારણે અન્ય કલાકારોએ પણ કપિલના શોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેને કારણે કપિલ શર્માુના શોના વળતા પાણી થયાં હતા. કપિલનો શો બંધ કરવાની નોબત આવી હતી. એ બ લાંબી ચર્ચામાં ન પડતાં વાચકો એ  વાત જરૂર જાણી લે કે, પોતાના શો સાથે ટીવીના પરદે પર પાછા ફરેલા કપિલનો શો હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે. આ શો અંગે સુનીલ ગ્રોવરને સવાલ પૂછાતાં તેમણએ જવાબ આપ્યો હતો કે, હું હાલ એ શો જોતો નથી. સુનીલ ગ્રોવરે કહ્યું હતુંકે, હું જે શોમાં ભૂમિકા ભજવતો ના હોઉં તે શો હું જોતો નથી. સુનિલ -કપિલ બન્ને સાથે કામ કરતાં હતા ત્યારે આ શોની બોલબાલા હતી. સુનીલ ગ્રોવરને કપિલ સાથે ઝઘડો થયો એટલે એણે શો છોડી દીધોહતો. કપિલ શર્માએ સુનિલની માફી પણ માગી પરંતુ કશું પરિણામ આવ્યું નહિ. સુનીલ હાલમાં સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં ભૂમિકા ભજવી રહ્યો છે.

  હાસ્ય- કલાકારો જગતને હસાવે છે. લોકોને ચિંતા અને તાણ મુક્ત કરવાનું કામ હૈાસ્ય કરે છે. એ હાસ્યની કલામાં પાવરધા કલાકારો ના દિલ તો ઉદાર હોવાં જોઈએ. વિશાળ હોવાં જોઈએ, સંકુચિત નહિ. જે માફી માગે તે અને જે માફ કરે તે- બન્ને મહાન છે. સહૃદયી વાચક આ વાત સમજી શકશે.