સુનંદા પુષ્કર હત્યા -કાંડ – દિલ્હી પોલીસે શશી થરૂર વિરુધ્ધ ચાર્જ શીટ દાખલ કરી

0
954
Congress MP Shashi Tharoor. (File Photo: IANS)
IANS

તાજેતરમાં 14મી મેના સોમવારે દિલ્હી પોલીસ વિભાગે પટિયાલા હાઉસ કોર્ટમાં  સુનંદા પુષ્કર મર્ડર કેસની ચાર્જ શીટ દાખલ કરી છે. જેમાં સુનંદાના પતિ અને કોંગ્રેસના નેતા શશી થરૂર પર તેની સાથે ક્રૂર વર્તાવ કરવાનો અને તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણ હજાર પાનાની આ ચાર્જ સીટમાં એકમાત્ર આરોપી તરીકે શશી થરૂરનું નામ રજૂ કરવામાં આવ્યું છે. આ ચાર્જશીટ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં શશી થરૂરે પોલીસના ઈરાદાઓ બાબત શંકા વ્યક્ત કરી હતી. પોતે આ આરોપોને નકારવા માટે શક્ય  હોય તે કાનૂની કાર્યવાહી કરશે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે પોલીસની આ ચાર્જ શીટને હાસ્યાસ્પદ ગણાવી હતી.શશી થરૂરે વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ સુનંદાને જાણે છે, તેમને ખબર છે કે માત્ર મારા ઉશ્કેરવાના લીધે એ કદી આત્મહત્યા કરવા સુધીનું પગલું ન ભરે. ગયા વરસે દિલ્હી પોલીસે તપાસ કર્યા બાદ એવું નિવેદન કર્યું૆ હતું કે, તેમને મારા વિરુધ્ધ કોઈ પુરાવાઓ મળ્યા નથી. હવે છ મહિના બાદ પોલીસ મારી સામે ચાર્જશીટ દાખલ કરે એ સાવ અવિશ્વસનીય વાત છે.