સુંદરતાનું મૂર્તિમંત સ્વરૂપ – અભિનેત્રી મધુબાલાના જીવન પર બાયોપિક બનશે…

0
926

વિતેલા રૂપેરી યુગની મહાન અને સ્વરૂપવાન અભિનેત્રી મધુબાલાના જીવન પર એની બહેન મધુરિકા બાયોપિક બનાવવા માગે છે. આટલા વરસો વિતી ગયા બાદ પણ મધુબાલાના મોહક વ્યક્તિત્વની હરોળમાં મૂકી શકાય એવી કોઈ અભિનેત્રી નથી. મધુબાલાનું રૂપેરી પરદા પરનું ગ્રેસફુૂલ અપિયરન્સ- ગરિમા પૂર્ણ વ્યક્તિત્વ, મોહક સ્મિત અને ભાવવાહી આંખો ને સુંદરતા બેમિસાલ હાતાં અને સદા બેમિસાલ રહેવાના.  મધુબાલાની બહેન એના જીવન પર બાયોપિક બનાવાના માગે છે. જેમાં મધુબાલાના જીવનની અંતરંગ તો, એના જીવનના મહત્વના પ્રસંગો વગેરે રજૂ કરાશે . હજી તો ફિલ્મ અંગે માત્ર ચર્ચા ચાલી રહી છે. મધુબાલાના જીવન પર બાયોપિક બને એ વાત ફિલ્મીરસિયાઓને અવશ્ય ગમશે.