સુંજવાન આર્મી હુમલામાં ઘવાયેલા મેજર અભિજિતજી શું કહે છે…

0
1095

સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં આપણા છ જવાનોએ શહીદી પ્રાપ્ત કરી છે. આ ત્રાસવાદી હુમલામાં ગંભીરપણે ઘવાયેલા મેજર અભિજિતની ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલા બાદ સતત ચાર દિવસ બેહોશ રહ્યા પછી ભાનમાં આવ્યા બાદ તેમણે સૌપ્રથમ સવાલ કર્યો હતેકે, ત્રાસવાદીઓનું શું થયું? તેમણે લશ્કરી દળના જવાનો વિષે ખબર પૂછ્યા હતા. હાલમાં મેજરની તબિયત સુધારા પર છે. તેમણે પત્રકારોની સાથે વાતચીત કરી હતી. જેમ બને તેમ જલ્દી સ્વસ્થ થઈને પોતાની ફરજ બજાવવા આતુર હોવાનું તેમણે જણાવ્યું હતું.