સુંજવાન આર્મી કેમ્પ અને શ્રીનગરમાં ત્રાસવાદી હુમલાઓ -સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન જમ્મુની મુલાકાતે- ગૃહપ્રધાન રાજનાથ સિંહની સુરક્ષા બેઠક

0
783

સુંજવાન સ્થિત લશ્કરી કેમ્પ અને શ્રીનગરમાં આવેલા કરણનગર – બીએસએફના વડા મથકે થયેલા ત્રાસવાદી હુમલા બાદ ભારતનું સુરક્ષાતંત્ર હચમચી ઊઠ્યું છે. પરિસ્થિતિનો તાગ મેળવવામાટે દેશના સંરક્ષણપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન્  તાત્કાલિક જમ્મુ જવા રવાના થયા છે.

અ અગાઉ ગૃહપ્રધાન રાજનાથ સિંહે દિલ્હી ખાતે તાકીદની સુરક્ષા બેઠક બોલાવીને સીતારામણ સાથે મહત્વની મંત્રણા કરી હતી. 2016માં ઉરીમાં અને ત્યારબાદ વિધ વિધ સ્થળોએ ભારતીય સૌન્ય મથકો પર અને સુરક્ષાકર્મીઓના બેઝ પર થઈ રહેલા વારંવારના ત્રાસવાદી હુમલાઓએ ચિંતાની સ્થિતિ જન્માવી છે. જૈશ-એ મહમ્મદનામના ભાસવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલો આ હુમલો ભારતની સરહદ સુરત્રા અંગે વધુ તકેદારી અપેક્ષિત રાખે છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુધ્ધવિરામનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. સુંજવાનના ત્રાસવાદી હુમલામાં ભારતના પાંચ જવાનો શહીદ થયા છે અને એક આમ નાગિરકનું મોત થયું છે.

જમ્મુ  ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતુંકે, આ હુમલાઓ માટે પાકિસ્તાને જવાબ આપવો પડશે. પાકિસ્તાને તેની કિંમત ચુકવવી  જ પડશે. કથિત ત્રાસવાદી હુમલો કરનારા પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ છે. ભારત એઅંગેના પુરાવાઓ પાકને સોંપીને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહયું છે.