સીબીઆઈના મામલાને કારણે સરકારની મુસીબતો પણ વધતી રહી છે- અસ્થાના- આલોક વર્મા વચ્ચે સમાધાનની શક્યતા નહીવત .. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા , પણ પરિણામ કશું નહિ…

0
1031

સીબીઆઈમાં એકમેક પર આક્ષેપબાજી, ટોચના અધિકારીઓ વચ્ચે અહમનો ટકરાવ, સત્તાની ખેંચતાણ અને પરસ્પર વિશ્વાસ અને આદરનો અભાવને કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. સરકાર માટે પણ સ્થિતિને અંકુશમાં લેવાની બાબત મુશ્કેલ બની ગઈ છે ગઈકાલે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારના ટોચના અધિકારીઓ સમગ્ર દિવસ દરમિયાન આ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરતા હતા. ડિરેકટર આલોક વર્માએ નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ કરી હતી. ત્યારબાદ આ કેસ સાથે જોડાયેલા ડીએસપી રેન્કના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પણ પા઼વામાં આવ્યા હતા.દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો અને ડાયરીઓ જપ્ત કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે સીબીઆઈ હાલમાં આ મામલા બાબત મૌન સેવી રહી છે. સરકાર સાથે સંકળયેલા કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે, હવે અસ્થાના અને આલોક વર્મા વચ્ચે સમાધાનની શકયતા નષ્ટ થઈ ચૂકી છે. સરકાર પાસે હવે એક જ વિકલ્પ બાકી રહયો છે, અને એ છે- કાયદાકીય જોગવાઈથી આ બન્ને અધિકારીઓની કામગીરી ઉપર અંકુશ મૂકવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here