સીબીઆઈના આલોક વર્માને સુપ્રીમ કોર્ટ તરફથી કલીનચીટ નહિ મળે – મામલાની  તલસ્પર્શી તપાસ કરવાનો આગ્રહ રાખતી સુપ્રીમ કોર્ટ

0
792

દેશની એક માત્ર અને ખ્યાતનામ તપાસ એજન્સી સીબીઆઈમાં ચાલી રહેલા આંતરિક કલહના મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ગત સુનાવણીમાં કેન્દ્રીય સતર્કતા આયોગે કોર્ટને બે સિલબંધ કવરમાં પોતાનો તપાસ અહેવાલ સોંપ્યો હતો. ત્યારબાદ અદાલતે આ કેસની સુનાવણી આગામી તારીખ સુધી ટાળી દીધી હતી.શુક્રવારે આ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી ત્યારે કેન્દ્રીય સતર્કતા આયોગ ( સીવીસી) એ પોતાનો અહેવાલ અદાલતને સુપરત કર્યો ત્યાર પછી જસ્ટિસ પટનાયકે પણ  પોતાનો અહેવાલ સોંપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, સીવીસીએ દસ્તાવેજો સાથે સંપૂર્ણ અહેવાલ આપ્યો છે. જોકે રિપોર્ટ ગુંચવણ ભરેલો છે. તેમાં રજૂ કરાયેલા અન્ય આરોપો અંગે પણ તપાસ કરવાની આવશ્યકતા છે.