સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતના મામલે નિવેદન જારી કર્યું  સુશાંતના કેસની તપાસ હજી ચાલુ છે.

 

       અગાઉ એવા સમાચારો વહેતા થયા હતા કે, સુશાંત સિંહના કેસની તપાસ સીબીઆઈએ પૂરી કરી લીધી છે અને ટૂંક સમયમાં એ અંગેની જાહેરાત સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. સીબીઆઈના અધિકૃતપ્રવક્તા આર કે ગૌરે તાજેતરમાં ઈન્ડિયા ટુડેને આપેલી એક મુલાકાતમાંસુશાંત સિંહ રાજપૂતના કેસ અંગેની તપાસ બાબત ખુલાસો કરતાં કહ્યું હતું કે, કેસની તપાસ બંધ કરવામાં નથી આવી, પણ તપાસ ચાલી રહી છે. કેટલીક સમાચાર સંસ્થાઓના હવાલે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સીબીઆઈએ એની તપાસ પૂરી કરી લીધી છે અને આ કેસમાં એને કોઈ પણ પ્રકારની ગરબડ થઈ હોવાનું કે અયોગ્ય થયું હોવાનું માલૂમ પડ્યું નથી. કેટલીક સમાચાર સંસ્થાઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સીબીઆઈ દ્વારા બહુજ જલ્દી તપાસનો રિપોર્ટ અદાલત સમક્ષ પેશ કરવામાં આવશે. આ બધી અફવાઓ અને તથ્યહીન સમાચારોથી લોકોના મનમાં અનેક પ્રકારની શંકાઓ અને અટકળો જન્મી હતી. આથી આ અંગે સ્પષ્ટતા કરવાનું સીબીઆઈને જરૂરી લાગ્યું હતું. એમ્સ દ્વારા અગાઉઆપવામાં આવેલા રિપોર્ટમાં સુશાંત સિંહના મામલે હત્યાના એન્ગલને નકારી કાઠવામાં આવ્યો હતો. સુશાંત સિંહે આત્મહત્યા કરી હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં પ્રશ્ન સીબીઆઈની તપાસ સામે પણ ઊભો થયો હતો. આથી એમ્સની તબીબી તપાસ ટીમના આગેવાન ડો. સુધીર ગુપ્તાએ એવું નિવેદન કર્યું હતું કે, સુશાંત સિંહના મૃત્યુનો મામલો એ આત્મહત્યાનો જ મામલો છે, હત્યાના દ્રષ્ટિકોણને તપાસમાં જરા પણ પુષ્ટિ મળતી નથી.  આ એ જ ડો. સુધીર ગુપ્તા છે કે, જેમણે અગાઉ સુશાંતની બોડીનો ફોટો જોઈને એવું કહ્યું હતું કે, આ 200 ટકા હત્યાનો જ મામલો છે.